Saturday, July 7, 2012

વાંચો રંગીલા વિજય માલ્યાના 7 મોંઘા શોખ


લિકર કિંગ વિજય માલ્યાની આર્થિક સ્થિતિ ભલે કથળી છતાંય જલસો તો ખરો જ 

કિંગફિશર એરલાઇન્સની બદતર સ્થિતિ અને તે બંધ થવાની આશંકા બાદ એક વખત ફરીથી એ પ્રશ્નો ઉઠવાના શરૂ થઇ ગયા છે કે કિંગફિશરની બદતર સ્થિતિ માટે કોણ જવાબદાર છે. જો કે એર ડેક્કનને ખરીદીને કિંગફિશરનું બજેટ ખરાબ કરનાર વિજય માલ્યાના કેટલાંક મોંઘા શોખ છે, જે તેના પાછળના રાઝ ખોલી શકે છે. એક એવી વ્યક્તિ જે પોતાના મોંઘા શોખ અને તેના અવનવા રોકાણને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.

કિંગફિશર એરલાઇન્સની ખરાબ સ્થિતિ માટે વિજય માલ્યાના અવનવા રોકાણ જવાબદાર છે કે પછી બીજું કંઇક?

હોટ અને સેક્સી કેલેન્ડર : કંપનીની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાંય આ વર્ષે પણ માલ્યાની કંપનીએ હોટ અને સેક્સી કિંગફિશર કેલેન્ડર પ્રકાશિત કર્યું છે. કેલેન્ડરને પ્રકાશિત કરવા માટે માલ્યા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. કેલેન્ડર માટે દેશ-વિદેશની મોડલોના ફોટો શુટ કરાય છે. આ કેલેન્ડ પરથી મોડલ પૂનમ પાંડેને પબ્લિસિટી મળી હતી. સૌથી ખાસ વાત એ છે કે માલ્યા જાતે જ આ કેલેન્ડર માટે મોડલ્સની પસંદગી કરે છે.

ફોર્મ્યુલા-1ના માલિક : માલ્યાના શોખે હિન્દુસ્તાનને એક એવી ઓળખ આપી દીધી છે, જેને ભારતીય ક્યારેય ભૂલી શકે તેમ નથી. 2007માં માલ્યાએ 90 મિલિયન યુરો ખર્ચ કરીને ફોર્મ્યુલા-1 'ફોર્સ ઇન્ડિયા' નામની ટીમ ખરીદી. એફ-1 ટીમ ખરીદ્યા બાદ ભારતને પણ મોંઘી રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી. ઓકટોબર 2011માં સહારા ઇન્ડિયા પરિવારે વિજય માલ્યાની સંપૂર્ણ માલિકીવાળી ફોર્મ્યુલા-વન ટીમમાં 42.5 ટકા હિસ્સો ખરીદી લીધો. ત્યારબાદ નવી ટીમનું નામ ફોર્સ ઇન્ડિયામાંથી બદલાઇને 'સહારા ફોર્સ ઇન્ડિયા' થઇ ગયું.

લક્ઝુરિયસ યૉટના ગ્રાહક : માલ્યાની પાસે 80ના દશકાથી જ શાનદાર યૉટ્સ છે. તેમાં સૌથી ખાસ છે એક 315 ફૂટ લાંબી લક્ઝુરિયસ યૉટ. જેની કિંમત 450 કરોડ રૂપિયા છે. આ યૉટ્સમાં માલ્યાએ કેટલીય જગ્યાઓની મુસાફરી કરી છે, જેમાં લક્ષદ્વીપ તેમની સૌથી પસંદગીની જગ્યા છે. તેઓ મોટાભાગે પોતાના મિત્રોની સાથે લક્ષદ્વીપ જઇને જબરદસ્ત મોજ-મસ્તી કરે છે. સ્કૂબા ડાઇવિંગ માલ્યાનો વધુ એક પસંદગીનો શોખ છે. તે પોતાના દિકરા સિદ્ધાર્થની સાથે સ્કૂબા ડાઇવિંગથી દરિયામાં ઊંડે સુધી ઉતરીને ખૂબ જ મજા લે છે.



હવામાં મહેલ એ-319 : કિંગફિશર એરલાઇન્સના માલિક માલ્યાની પાસે પોતાના કેટલાંય વિમાનો છે. પરંતુ તેમાં સૌથી ખાસ એ-319 છે. તેમને એ-319ની સજાવટ અને ફાયરપ્રૂફ અપહોલ્સ્ટરી લગાવા માટે અંદાજે 180 કરોડ રૂપિયા ખર્ચ કર્યો. આ વિમાનમાં એક સાથે 24 લોકો બેસી શકે છે. ઘર અને ઓફિસ બંનેની સુવિધાઓ તેમાં સામેલ છે. વિમાન વચ્ચમાં એક વખત ઇંધણ ભરીને લંડન કે અમેરિકા સુધીની ઉડાન ભરી શકે છે. એ-319 સિવાય માલ્યાની પાસે ગલ્ફસ્ટ્રીમ, હૉકર અને બોઇંગ 727 વિમાન પણ છે.

ધનિકોને ટક્કર આપશે મહેલ : દેશના ધન કુબેરોની વચ્ચે આલીશાન મહેલ બનાવાની હોડ લાગી ગઇ છે. તો માલ્યા કેમ પાછળ રહે. તે પણ એક આલીશાન મહેલ બનાવા જઇ રહ્યા છે. આ મુકેશ અંબાણીના મહેલ 'અંટીલિયા'ને ટક્કર આપશે. માલ્યાનું 34 માળનું નવું ઘર બેંગલુરુના યુવી સિટી ટાવરમાં બનશે. ગગનચુંબી ટાવરની આ બિલ્ડિંગમાં સૌથી ઉપર એક એકરમાં માલ્યાનું પેન્ટહાઉસ હશે. આ બિલ્ડિંગમાં પ્રાઇવેટ લિફ્ટ, વાઇન સેલર, ઇનડોર ગરમ પાણીનો પુલ, આઉટડોર પુલ, જીમ, સલૂન, સ્પા અને હેલિપેડ હશે.

ભારતીય વારસો સાચવયો : માલ્યાની પાસે ટીપૂની તલવાર અને મહાત્મા ગાંધીની કટોરી-ચમચી ખરીદવાનો શોખ ધરાવે છે. 2003માં લંડનમાં થયેલી હરાજીમાં તેમને 350000 પાઉન્ડમાં ટીપૂની એક તલવાર ખરીદી હતી. તેમને મહાત્મા ગાંધીજીની સંપૂર્ણ ખાનગી વસ્તુઓ ખરીદીને પણ ખૂબ નામના મેળવી છે. આ વસ્તુઓમાં ગાંધીજીના ચશ્મા, 1910ની સાલની ઘડિયાળ, એક જોડી ચપ્પલ, કટોરો અને એક થાળી સામેલ છે. આ વસ્તુઓ માટે માલ્યાએ 18 લાખ ડોલર ચૂકવ્યા હતા.

No comments:

Post a Comment