Monday, February 13, 2012

મંદીથી બેહાલ લોકો રસ્તા પર, ગ્રીસમાં ફાટી નીકળ્યા રમખાણો

- ગ્રીસની સંસદમાં ખર્ચના ઘટાડાનો પ્રસ્તાવ મંજૂર કરી દેવાયો છે.

- ખર્ચમાં ઘટાડાની અંતર્ગત 2012ની સાલમાં ગ્રીસ સરકાર પગાર, નોકરીઓ, પેન્શનમાં ઘટાડાથી 350 કરોડ યુરો બચાવશે 

- સરકારના આ નિર્ણયથી ગ્રીસની પ્રજાનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે 

- અંદાજે 80,000 લોકો એથેન્સના રસ્તા પર ઉતરી આવ્યા

- પ્રદર્શનકારીઓ સંસદના બહાર પત્થરમારો અને પેટ્રોલ બોંબ પણ ફેંકી રહ્યા છે

ગ્રીસની સંસદમાં ખર્ચના ઘટાડાનો પ્રસ્તાવ મંજૂર ગ્રીસની સંસદમાં ખર્ચના ઘટાડાનો પ્રસ્તાવ મંજૂર કરી દેવાયો છે. આથી ગ્રીસનું દિવાળિયું નીકળવાનું સંકટ ટળી ગયું છે. ખર્ચમાં ઘટાડાની અંતર્ગત 2012ની સાલમાં ગ્રીસ સરકાર પગાર, નોકરીઓ, પેન્શનમાં ઘટાડાથી 350 કરોડ યુરો બચાવશે. ગ્રીસ સરકારે ખાનગી બેંકોની પાસે હાલના 100 અબજ યુરોના બોન્ડ માફ કરી દીધા છે. ત્યારે ગ્રીસ ને હવે યુરોપિયન યુનિયન અને આઇએમએફ પાસેથી રાહત પેકેજ મળવાનો રસ્તો સાફ થઇ ગયો. યુરોપિયન યુનિયન અને આઇએમએફ પાસેથી અંદાજે ગ્રીસને 170 અબજ ડોલરનું રાહત પેકેજ મળશે.

જો કે સરકારના આ નિર્ણયથી ગ્રીસની પ્રજાનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. અંદાજે 80,000 લોકો એથેન્સના રસ્તા પર ઉતરી આવ્યા. આ સિવાય ગ્રીસના અન્ય શહેરોમાં જોરદાર પ્રદર્શનો થયા. પ્રદર્શનકારીઓ સંસદના બહાર પત્થરમારો અને પેટ્રોલ બોંબ પણ ફેંકી રહ્યા છે.

એટલું જ નહીં કેટલીય જૂની અને ઐતિહાસિક ઇમારતોને પણ પ્રદર્શનકારીઓએ આગના હવાલે કરી દીધી છે. પોલીસ અને ગુસ્સામાં ઉતરી આવેલી પ્રજા વચ્ચે ઝપાઝપીમાં ડઝનો પોલીસ અધિકારીઓ અને 37 જેટલા પ્રદર્શનકારીઓ ઘાયલ થયાના સમાચાર છે.

ગઇકાલ રાતથી રમખાણો ફાટી નીકળ્યા છે ખર્ચમાં ઘટાડો કરવાના ઉપાયોને મંજૂરી આપવા માટે સંસદમાં થનારા ઐતિહાસિક વોટિંગની પહેલાં ગ્રીસની રાજધાની એથેન્સમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તેના લીધે ત્યાંની કેટલીય બિલ્ડિંગોમાં આગ લગાવી દેવામાં આવી હતી. એક મલ્ટિપ્લેક્સ, એક બેન્ક, એક સ્ટોર અને એક કેફિટીરિયા સહિત ઓછામાં ઓછી 10 બિલ્ડિંગોને રવિવારે રાત્રે આગની ઝપટમાં ઉઠતી દેખાઇ હતી. આ બિલ્ડિંગોમાં ફસાયા હોવાની અત્યાર સુધી કોઇ સમાચાર મળ્યા ન હતા.

ડઝનોબંધ દુકાનોમાં લૂટફાંટ થયાના સમાચાર પણ હતા. 2008 ડિસેમ્બરમાં પોલીસના ગોળીબારમાં એખ યુવકના મોત બાદ અહીં સતત અશાંતિનો દોર ચાલુ છે. રવિવારે કેટલાંય સ્થળોએ હિંસામાં ડઝનો પોલીસ અધિકારી અને ઓછામાં ઓછા 37 પ્રદર્શનકારીઓ ઘાયલ થઇ ગયા અને 20માંથી વધુને સંદિગ્ત દંગામાં ધરપકડ કરી લીધી છે.

સૂત્રોનું કહેવું છે કે સંસદમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના લીધે પાંચ મુખ્ય સિવિલ સર્વિસોની નોકરીઓ સમાપ્ત થઇ જશે અને ન્યૂનતમ મજૂરી દર પણ ઘટી જશે. પોતાની ચશ્માની દુકાનમાં તોડફોડ અને લૂંટ થવાથી દુખી વ્યક્તિ એ કહ્યું કે હું હવે વધુ સહન કરી શકીશ નહીં. આ દેશમાં રહેવાનો કોઇ મતલબ નથી.

No comments:

Post a Comment