Tuesday, September 11, 2012

મંદીમાં લાયકાત કરતાં હલકી જોબ માટે પણ પડાપડી



વિરેશ (નામ બદલ્યું છે.) અમેરિકામાં એક ફાર્મા કંપનીમાં રિસર્ચએન્ડ ડેવલપમેન્ટના વડા હતા. અમેરિકામાં મંદીઆવી ત્યારે તેમણેજોબ ગુમાવી અને સ્વદેશ આવી નવીનોકરી શોધવાનું શરૂ કર્યું હતું.

ભારતીય કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગકંપની તેમને નોકરીએ રાખે તે માટેતેમણે વિચાર્યું ના હોય તેવું પગલું ભર્યું હતું.
તેઓ ડબલ પીએચડી છે તે હકીકત તેમણે છુપાવી અને તેમના કામના વ્યાપને ઘટાડીને બતાવ્યો હતો . તેમણે તેમનાસીવીને હળવો બનાવ્યો હતો અને અપેક્ષિત પગારમાં મોટો કાપ મૂક્યો હતો . જોતેમણે તેમના સીવીમાં વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું હોત તો તેમને ' ઓવર ક્વોલિફાઇડ' ગણવામાં આવ્યા હોત અને તે નોકરી ન મળી હોત.

પોતાના વિઝિટિંગ કાર્ડ પર ઘણી ક્વોલિફિકેશન્સ છપાવીને રોફ મારતા પ્રોફેશનલ્સમાટે આ એક પડતી છે . પરંતુ દેશ આર્થિક મંદીમાં ધકેલાઈ રહ્યો છે ત્યારે ભારતીયજોબ માર્કેટમાં આ એક નવી વાસ્તવિકતા છે . 

અગ્રણી એચઆર કંપની કેલિ સર્વિસિસની સી –

લેવલ સર્ચ કંપની બીટીઆઇકન્સલ્ટન્ટ્સના કન્ટ્રી હેડ જેમ્સ અગ્રવાલ આવા બે કિસ્સા વિશે વાત કરતાં જણાવે છેકે , એક સિનિયર ઇન્શ્યોરન્સ પ્રોફેશનલે તેમની બીજી એમબીએની ડિગ્રીનો ઉલ્લેખકર્યો ન હતો અને એક મેન્યુફેક્ચરિંગ પ્રોફેશનલે તેણે એક વર્ષ સુધી કરેલીકામગીરીનો ઉલ્લેખ કર્યો ન હતો . 

બંને લોકો તેમની કુશળતા અને અનુભવ કરતાં નીચલી કક્ષાની નોકરી માટે અરજીકરી રહ્યા હતા . તેઓ જણાવે છે કે , લાયકાત અને અનુભવ ઘટાડીને બતાવાનીઘટના ખરેખર છેલ્લા એક વર્ષમાં મોટા પાયે ઊભરી છે . તેમના અંદાજ મુજબ 4-5ટકા સિનિયર લેવલના પ્રોફેશનલ્સ તેમના રિઝ્યુમ હળવા બનાવી રહ્યા છે . 

એક્ઝિક્યુટિવ સર્ચ કંપની ટ્રાન્સર્ચ ઇન્ડિયાના સિનિયર પાર્ટનર નીના ચત્રાથ અંદાજમૂકે છે કે , પોતાની લાયકાત ઘટાડીને બતાવનાર અથવા છુપાવનાર લોકોનીસંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે . તેઓ જણાવે છે કે , તે બજારની જરૂરિયાતબન્યું છે . હપતા ભરવા , પરિવારની સંભાળ રાખવા તમારે નોકરીએ રહેવું જરૂરી છે. 

ઉદાહરણ તરીકે , બીપીઓમાં મોટા ભાગની કંપની એમબીએની ભરતી નથી કરતીમાટે ઘણા ઉમેદવારો તેમના રિઝ્યુમમાં એમબીએનો ઉલ્લેખ કરતા નથી . ઘણાબીટેક તો ધોરણ 12 પાસ બતાવીને પણ નોકરી મેળવી રહ્યા છે . 

હેડ હન્ટર અને રિક્રૂટર્સ કહે છે કે ઉમેદવાર જ્યારે વધારે પડતા મોટા દાવા કરે ત્યારેપકડી પાડવો સહેલો છે પરંતુ જ્યારે તે તેનો અનુભવ ઘટાડીને બતાવે ત્યારે તેનેપકડવો મુશ્કેલ છે . તેનાથી કંપનીને જોખમ થઇ શકે છે . પ્રોફેશનલ્સ આવી નોકરીને ખરાબ સમયનાવિસામા તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે બજાર સુધરે છે ત્યારે નોકરી છોડીનેચાલ્યા જાય છે. 

એસ્સાર ગ્રૂપના પ્રેસિડન્ટ (એચઆર) અદિલ માલિયા જણાવે છે કે, કંપનીઓ આશ્રય સ્થાન બનાવ નથી ઇચ્છતી . 

Resources: The Economic Times

No comments:

Post a Comment